રાપર પોલીસે નીલપર ગામે વાડીમાથી સાડા પાંચ લાખનો અંગ્રેજી શરાબ ઝડપી પાડયો.
ગાંધીધામ બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ની સુચના થી પૂર્વ કચ્છ પોલીસ ના રાપર તાલુકામાં શરાબ ની બદી સામે પગલાં લેવા માટે સુચના આપી હતી ત્યારે એલસીબી અને રાપર પોલીસ દ્વારા સંયુક્ત રીતે નીલપર અને બાદરગઢ ખાતે ભારતીય બનાવટનો વિદેશી દારુ પકડી પાડયો હતો ત્યારે રાપર પોલીસ ને મળેલી પૂર્વ બાતમીના આધારે નીલપર ખાતે થી એલસીબી અને રાપર પોલીસ ના દરોડા દરમિયાન રમેશ કુંભા રાકાણી નો શરાબ પકડી પાડયો હતો તેજ આરોપી ની નીલપર ના ભેડીયા પાસે આવેલ વાડી ના અંડર ગ્રાઉન્ડ ટાંકા મા વધુ શરાબ છુપાવી રાખી ગેરકાયદેસર વેચાણ કરે છે તે બાતમીના આધારે વહેલી સવારે પ્રોબેશન ડીવાયએસપી પી જે રેણુકા ના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર પીઆઈ વી કે ગઢવી મુકેશ ચાવડા બાબુભાઈ કારોત્રા નરેશ ઠાકોર મુકેશ સિંહ રાઠોડ ભાઉભા સોઢા વિગેરે સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને હિટાચી અને જેસીબી દ્વારા ખોદકામ કરી અંડર ગ્રાઉન્ડ બનાવવા મા આવેલ ટાંકા મા થી જુદી જુદી બ્રાન્ડની વિદેશી ભારતીય બનાવટનો દારૃ નો જથ્થો મળી આવ્યો હતો આ જથ્થો આરોપી રમેશ કુંભા રાકાણી ના ભેડિયા પાછળની વાડીમાંથી મળી આવેલ આરોપી તરીકે રમેશ કુંભા રાકાણી તથા અન્ય પાંચ અજાણ્યા બાઇક ચાલકો સામે કલમ 65(a)(e), 116(b) 8198(2) મુજબ ગુનો દાખલ કર્યો હતો આરોપી રમેશ કુંભા રાકાણી ની વાડી ના કબજામાં ભૂગર્ભ ટાંકીમાં 750 મિલી ભારતીય બનાવટનો વિદેશી દારૂ હતો. બોટલ નં.1020 750 એમ એલ. રૂ.3,57,000/- અને ક્વાર્ટરીયા નંગ-1728 રૂ.1,72,800/- અને બિયરના ટીન નંગ-216 રૂ.21600/- કુલ રૂ.5,51,400/- રૂ. .1,00,000/- પાંચ મોટરસાયકલ સાથે કુલ રૂ.6,51,400/- સહિત નો મુદામાલ કબ્જે કર્યો હતો વધુ તપાસ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવીએ હાથ ધરી છે