પડાણામાં પંચરની દુકાન પાસે ટાયર ફાટતા બિહારી યુવકનું મોત                       

7324bfce-c6b0-45a8-9db3-0a32108ac1da

પડાણામાં પંચરત્ન માર્કેટ પાસે પંચરની દુકાન નજીક ઘટના બની હતી. પોલીસે જણાવ્યું હતું કે, હતભાગી ગઈકાલે સાંજે ૭ઃ૪૦ વાગ્યાના અરસામાં ટ્રક નંબર જી.જે. રપ ટી ૮૦૮રમાં ટાયર ફીટ કરતો હતો, ત્યારે અચાનક ટાયર ફાટતાં મોઢા અને માથાના ભાગે ગંંભીર પ્રકારની ઈજાઓ થતાં મૂળ બિહારના અને હાલે ગાંધીધામમાં મહાવીર ટ્રાન્સપોર્ટમાં રહેતા ૪૦ વર્ષિય વિરલખાન નગીના રાઈનું મોત થવા પામ્યું હતું. બનાવ અંગે બી ડિવિઝન પીએસઆઈ કે.જે. વાઢેરે આગળની તપાસ હાથ ધરી છે.