હાજીપીરની અર્ચન કંપનીમાંથી ડીઝલ ચોરી કરનાર બે શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ

હાજીપીર પાસેની અર્ચન કંપનીમાંથી 800 લીટર કી રૂ.  70,400 ની ડીઝલની ચોરી કરનારા ડમ્પરના ચાલક રફીક મામદ જીએજા  અને પમ્પિંગ હાઉસના ઓપરેટર જયંતિ હિરજીભાઈ બલીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ  છે.

આ અંગે નરા પોલીસ મથકે અર્ચન કંપનીમાં એડમીન વિભાગમાં નોકરી કરતા મીત અનિલભાઈ પિત્રોડાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે,  5/4ના સવારે સિક્યુરિટી ગાર્ડે તેમને જણાવ્યું હતું કે, કંપનીમાં કોન્ટ્રાક્ટ પર ચાલતા ડમ્પર નં. જી.જે. 12 ઝેડ. 2318માં 200-200 લિટરના બે લોખંડના અને બે પ્લાસ્ટિકના ડ્રમ ડીઝલથી ભરેલ પડયા છે અને ગાડીનો ડ્રાઈવર હાજર નથી. જેથી  તેના ડ્રાઇવર રફીક મામદ જીયેજા (રહે. લુણા)ને બોલાવી આ અંગે પૂછતાં તેણે જણાવ્યું હતું કે, આ ડ્રમ મને પમ્પિંગ હાઉસના ઓપરેટર જયંતી હીરજી બળિયાએ આપ્યા છે. આથી જયંતીને પૂછતાં તેણે પમ્પિંગ હાઉસના ટાંકામાંથી ડીઝલની ચોરી કરી ડ્રાઈવર રફીકને આપ્યા હોવાની  કબૂલાત કરતાં બંને વિરુદ્ધ ફરિયાદ દર્જ કરાવાઈ હતી.