ગાંધીધામમાં પુલ પાસેથી 160 બોટલ શરાબ સાથે 3 શખ્સો ઝડપાયા

ગાંધીધામ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 48100ના શરાબના જથ્થા સાથે 3 શખ્સોને પકડી પાડ્યા હતા.

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, એ.વી.જોષી પુલની નીચે ઉભેળ 3 શખ્સો પાસેના થેલાઓમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી ત્રણેય શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસે રહેલ કોલેજ બેગ તથા કોથળામાં તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 160 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 48100નો શરબનો જથ્થો તથા 3 મોબાઈલ ફોન.કિ.રૂ. 15,000 મળી કુલ કિ.રૂ. 63100નો મુદ્દામાલ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપીઓ:

  1. રવિન્દ્ર ભવરલાલ જાટ ઉ.વ.21 રહે. જોધપુર રાજસ્થાન
  2. મગારામ હનુમાનરામ જાટ રહે. ઉ.વ. 19 બાડમેર રાજસ્થાન
  3. હનુમાનરામ પતારામ સેન ઉ.વ. 19 બાડમેર રાજસ્થાન