જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ ને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે, ચૂડવાના શંકર ટિંબર પાસે આવેલ બાવળોની ઝાડીમાં અમુક શખ્સો ગંજીપાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર રેડ પાડી જુગાર રમતા 2 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 41,200નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં પો.હેડ.કોન્સ. હીરાભાઈ ચૌધરી, પુષ્પરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રવિકુમાર આલ તથા પોલીસ. હેડ. કોન્સ. ખોડુભા નરેન્દ્રસિંહ ચુડાસમા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
પકડાયેલ આરોપીઓ:
- અનવર જાફર અલી ઉ.વ.33 રહે. શંકર ટિંબર ચુડવા
- મોજીદ સાપેન અલી ઉ.વ. 30 રહે. શંકર ટિંબર ચુડવા