ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે 2 દરોડામાં 12 પત્તાપ્રેમીઓને ઝડપ્યા
copy image
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે 2 સ્થળે દરોડા પાડી 12 પત્તાપ્રેમીઓને પાંજરે પૂર્યા હતા.
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે મળેલ બાતમીના આધારે ટ્રાન્સપોર્ટનગર પ્લોટ નં.94 પર દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે છ આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 12,250નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો.
આ કામગીરીમાં એ.એસ.આઈ. ગોપાલભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ. નરસિંહભાઈ પઢિયાર તથા હિરેનભાઈ કલ્યાણજી ચાવડા તથા રાજાભાઈ મહેન્દ્રકુમાર હીરાગર તથા રવિરાજસિંહ દિલીપસિંહ રાણા તથા પો.કોન્સ. જગદીશભાઈ ખેતાભાઈ તથા પોલીસ હેડ.કોન્સ. યોગેશભાઈ ગોવિંદભાઈ ચૌધરી સહિતનો સ્ટાફ જોડાયો હતો.
પકડાયેલ આરોપીઓ:
- ગુલમામદ ઓસમાણ રાયમા ઉ.વ.40 રહે. ગાંધીધામ
- મોહસીન હાસમ આલેફપુત્રા ઉ.વ. 28 રહે. ગાંધીધામ
- કારાભાઈ રમજાનભાઈ કચ્ચા ઉ.વ. 40 રહે. ખારી રોહર
- નવીનભાઈ સત્યનારણ ઉપાધ્યાય ઉ.વ.41 રહે. ગાંધીધામ
- શ્રવણસિંઘ ખૂમણસિંઘ લોબાણા ઉ.વ.52 રહે. મેઘપર બોરીચી
- રાકેશકુમાર સુરેન્દરકુમાર કલ્યાણ ઉ.વ.46 રહે. ભારતનગર
બીજો દરોડો પોલીસે જવાહરનગર સર્વિસ રોડ પાસે આવેલ ગ્રીન વુડ પાસે માર્યો હતો. પોલીસે ગ્રીન વુડની સામેના ભાગે ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમતા 6 પત્તાપ્રેમીઓની અટકાયત કરી હતી. પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 11, 250 તથા 3 મોબાઈલ ફોન કિ.રૂ. 30,000 મળી કુલ કિ.રૂ. 41, 250નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કામગીરીમાં પો.હેડ.કોન્સ. યોગેશભાઈ ગોવિંદભાઈ તથા રાજાભાઈ મહેન્દ્રકુમાર તથા નરશીભાઈ કાનભાઈ તથા એ.એસ.આઈ. જી.એન. મહેશ્વરી તથા પો.કોન્સ. મહિપાર્થ સીહ તથા જગદીશભાઈના સહિતનો સ્ટાફ જોડાયો હતો.
પકડાયેલ આરોપીઓ:
- રમજુભાઈ કાસમભાઈ મટકા ઉ.વ. 39 રહે. મીઠીરોહર
- મોન્ટુ ગીરેનભાઈ રાય ઉ.વ. 23 રહે. જવાહરનગર
- ઈબ્રાહિમ નુસુમદિન અલી ઉ.વ. 24 રહે. જવાહરનગર
- સાહેબુલ અબ્દુલગાલીલ અલી ઉ.વ.21 રહે. જવાહરનગર
- રૂસતમમિયા કાયસરમિયા અલી મિયા ઉ.વ. 22 રહે. જવાહરનગર
- બીબાલ ઈસ્માઈલભાઈ અબડા ઉ.વ.30 રહે. મીઠીરોહર
પોલીસે પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.