જુની મોટી ચીરઇ રેલ્વે બ્રિજ પર ટેન્કર ચાલકે ટેન્કર ડંફર સાથે અથડાવતા અકસ્માત સર્જાયો
જુની મોટી ચિરઈ રેલ્વે બ્રિજ પર ટેન્કર ચાલકે પોતાના કબજાનું ટેન્કર પૂરઝડપે અને બેદરકારીથી ચલાવી આગળ જતાં ડંફરમાં અથડાવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ટેન્કર ચાલકનું મોત નીપજયું હતું. આ અંગે પોલીસના સત્તાવાર સાધનો માથી મળતી માહિતી અનુસાર ગઈ કાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં આ અકસ્માત સર્જાયો હતો. જુની મોટી ચિરઈ રેલ્વે બ્રિજ પર ચડતી વખતે RJ-14-GC-1251ના ટેન્કર ચાલકે પોતાના કબજાનું ટેન્કર આગળ જઈ રહેલા GJ-12-Y-6329 ડંફરમાં પાછળથી અથડાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ડંફર ડિવાઈડર પર ચઢી ગયો હતો. જ્યારે ટેન્કર ચાલક કુલદીપસિંહ ભવાનીસિંહ રાજાવતને માથાના ભાગે તથા પગના ભાગે ઇજાઓ પહોચતા ભચાઉ સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજયું હતું