પિસ્તોલ મળેલ આરોપીને નિર્દોષ છોડી મુક્તિ ગાંધીધામની અદાલત.        

ગઈ તારીખ: ૧૩/૧૯/૨૦૧૫ ના રોજ એલ.સી.બીમાં ફરજ બજાવતા પોલીસ શ્રી પી.આઈ. આર.કે ધૂળિયા સાહેબને તથા તેમના કર્મચારીને બાતમી મળેલ કે કંડલા મધ્યે IPC- ૩૦૨ ના ગુન્હામાં સંડોવાયેલા આરોપી પ્રદીપ ઓમપ્રકાશ ચૌધરી તે હાલે આદિપુર મધ્યે મુન્દ્રા સર્કલ પાસે આવેલ કેબીનો પાસે બેઠેલ છે. અને તેની પાસે પિસ્તોલ હથિયાર છે. જેથી પી.આઈ ધૂળિયા સાહેબ પોતાના સ્ટાફને સાથે રાખી પંચોની હાજરીમાં આરોપી પ્રદીપ ઓમપ્રકાશ ચૌધરીની જડતી કરતા તેની ભેટમાંથી એક પિસ્તોલ મળી આવેલ જેથી તે આરોપીની ધરપકડ કરી તેના સામે ફરિયાદ આપી કોર્ટ સમક્ષ ચાર્જશીટ કરવામાં આવેલ હતી. આ કામે પોલીસ તરફથી ૧૧ સાહેદ અને ૬ દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવેલ હતા. આ કામે આરોપીના બચાવ પક્ષ તરફથી ગાંધીધામના સિનિયર ધારાશાસ્ત્રી રાજકુમાર ટી.લાલચંદાની ગાંધીધામ કોર્ટમાં હાજર રહેલ હતા અને આરોપીનું બચાવ કરી તમામ સાહેદોની ઉલટ તપાસ કરેલ હતી. અને ખરેખર આ મુદ્દામાલ પિસ્તોલ છે કે રિવોલવર છે કે દેશી તમંચો છે એ હકીકતમાં તમામ પોલીસ સાહેદોને તપાસતા તેમની ઉલટ તપાસમાં વિરોધાભાસ જોવા મળેલ. વધુમાં આ અગ્નીશસ્ત્ર ચાલુ હાલતમાં હતો કે કેમ ? અને એનો FSL Report કેમ કોર્ટમાં રજુ કરેલ નથી, તેમજ આ આરોપીથી જે મુદામાલ પિસ્તોલ/રિવોલ્વર કે દેશી તમંચો પકડાયેલ હોય તો તે ક્યાં ગયો. અથવા નામદાર કોર્ટ સમક્ષ આ મુદ્દામાલ કેમ રજુ કરવામાં આવેલ નથી. તે તમામ મુદાઓ પર ધારાશાસ્ત્રી શ્રી રાજકુમાર ટી.લાલચંદાણી દ્વારા નામદાર કોર્ટ સમક્ષ ધાર-ધાર દલીલ કરી અલગ અલગ કોર્ટના ચુકાદો રજુ કરેલ હતા. તમામ દલીલને ગ્રાહ્ય રાખી ગાંધીધામના સાતમાં અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.કે.શર્મા સાહિબાએ આ કામના આરોપીને નિર્દોષ છોડી મુકવાનું હુકમ કરેલ છે. આ કામે સિનિયર ધારાશાસ્ત્રી શ્રી રાજકુમાર ટી.લાલચંદાની સાથે તેમના સહાયક તરીકે ધારાશાસ્ત્રી મમતાબેન એચ. આહુજા તથા ધારાશાસ્ત્રી જયેશ યુ.સોલંકી પણ હાજર રહેલ હતા.