પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ.                

ગાંધીધામ બી ડિવિઝન પી.આઈ એમ.ડી ચૌધરી દ્વારા સુચના અપાતા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારિત એક સફેદ કલરના પીક અપ ડાલુ રજીસ્ટર નંબર જીજે 12-bz -1956 વાહનની અંદરથી લોટની બોરીઓની આડશમાં છુપાવીને વિદેશી દારૂનો જથ્થો મુદ્રા લઈ જનાર આરોપી ગુરપ્રીત સન ઓફ શ્રવણસિંઘ ઉંમર વર્ષ 21 મુદ્રા વાળા ને પકડી પાડી વિદેશી દારૂ,લોટની બોરીઓ, બોલેરો પીક અપ ડાલુ વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ ₹8,86,100 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે, પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ હજુ એક આરોપી રવિન્દ્ર ઉર્ફે રવિ જમ્મુ પંજાબીને પકડવાનો બાકી છે અને આરોપીની પૂછપરછ દરમ્યાન તપાસમાં જે પણ આરોપીઓના નામ નીકળી તે તમામને પકડવાની કાર્યવાહી હાથ ધરાશે. આ કામગીરી બી ડિવિઝન પીઆઇ  એમ.ડી.ચૌધરી સાહેબ નાઓની સુચનાથી સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.