જુગારધારા કલમ મુજબનો જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ            

627fa809-e714-4e54-8097-47985c9ed47c

નવી ભચાઉના લપસિયા સીમની વાડીના ભૂંગામાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી છ ખેલીને 9.75 લાખના મુદ્દામાલ સાથે ઝડપી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. આ અંગે ભચાઉ પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ ભચાઉના પી.આઇ. એ. બી. પટેલને ખાનગી બાતમી મળી હતી કે, નવી ભચાઉનો નરપતસિંહ નટુભા જાડેજા લપસિયા સીમમાં પોતાની વાડીના ભૂંગામાં પોતાના આર્થિક ફાયદા અર્થે બહારથી ખેલીઓ બોલાવી જુગારધામ ચલાવી રહ્યો છે અને હાલ જુગારની રમત ચાલુ છે. બાતમીના આધારે દરોડો પાડતાં તીનપત્તીનો જુગાર રમતા નરપતસિંહ ઉપરાંત સુરેશભાઇ રાજાભાઇ પ્રજાપતિ, દિલીપભાઇ વશરામભાઇ વાઘેલા, પ્રદીપભાઇ હરિભાઇ પ્રજાપતિ, શિવજીભાઇ નાનજીભાઇ પ્રજાપતિ (રહે. ચારેય ભવાનીપર-ભચાઉ) અને મહેશભાઇ રત્નાભાઇ ચૌહાણ (રહે. ટાટાનગર-ભચાઉ)ને રોકડા રૂા. 1,48,600, છ નંગ મોબાઇલ ફોન કિં. રૂા. 50,500 અને ચાર વાહન કિં. રૂા. 7,75,000 એમ કુલે રૂા. 9,74,100ના મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ?ધરવામાં આવી છે. આ કામગીરીમાં પી.આઇ. શ્રી પટેલ ઉપરાંત પી.એસ.આઇ. એન. પી. ગોસ્વામી તથા ભચાઉ સર્વેલન્સનો સ્ટાફ જોડાયો હતો.