ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે દરોડા પાડી 36,000નો શરાબનો જથ્થો ઝડપ્યો: આરોપી ફરાર
ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નવી સુંદરપુરી આહિરવાસ ગેટ પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, સુંદરપુરી ભરવાડવાસ પાસે રહેતો રાહુલ અંબાવીભાઈ સથવારા પોતાના કબજાની ભોગવટાની ઓરડીમાં ગેરકાયદેસર રીતે વિદેશીદારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી ઓરડીની તલાસી લેતા ભારતીય બનાવટના બીયર ટીનની 360 બોટલો કિ.રૂ.36,000નો શરાબનો જથ્થો મળી આવ્યો હતો. જોકે દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ કામગીરીમાં એ.એસ.આઈગોપાલભાઈ નાગશીભાઈ તથા પો.હેડ.કોન્સ. નરશીભાઈ કાનાભાઈ તથા યોગેશભાઈ ગોવિંદભાઈ તથા હિરેનકુમાર કલ્યાણજીતથા હરપાલસિંહ નરેન્દ્રસિંહ તથા રવિરાજસિંહ દિલીપસિંહ તથા પો.કો.જગદીશભાઈ ખેતાભાઈ તથા પો.હેડ.કોન્સ.રાજાભાઈ મહેન્દ્રકુમાર હીરાગરનાઓ સહિતના જોડાયા હતા.