મુંદરા પાસે જુગાર રમતા ચાર ઇસમો પોલીસ પાંજરે પુરાયા

મુંદરાના નાના કપાયા ઝીરો પોઈન્ટ રાસાપીર સર્કલ પાછળ આવેલ લેબર કોલોની પાછળ જુગાર રમતા ચાર ઇસમોની પોલીસે ધરપકડ કરી તેમની પાસેથી રોકડ રકમ રૂ. 12,900 કબ્જે કર્યા હતા. મુંદરાના ઝીરો પોઈન્ટ પાસે શ્રમિક વસાહત પાછળ જાહેરમાં જુગાર રમતા મેરાજ આલમ, મોહીઝશા, સૌરભઅલી મહોમદ આમિન, સુનીલકુમાર મનીષચંદ કાયસ્થ અને બસાદાતો હીકપાનિદ નામના ઈસમોની પોલીસે ધરપકડ કરી હતી. ગંજીપાના વડે જુગાર રમતા આ ઈસમોની ધરપકડ કરી પોલીસે તેમની પાસેથી રોકડ રકમ રૂ. 12,900 હસ્તગત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *