વાગડના પ્રાગપર ખાતે વાડીના ટાંકામાંથી શરાબ પકડાયો

ગાંધીધામ વાગડ પંથકના પ્રાગપરમાં આવેલા વાડી વિસ્તારમાં પોલીસે દરોડો પાડ્યો એક વાડીમાં બનાવાયેલા અંડરગ્રાઉન્ડ ટાંકામાંથી રૂ. 72,900 ના દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક ઈસમ નાસી ગયો હતો. રાપર બાજુ ગઇકાલે એલ.સી.બી. પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પ્રાગપરમાં એક વાડીમાં શરાબ હોવાની બાતમી મળી હતી. પોલીસે આ વાડીમાં જઈ લાલજી રાધુ કોળી અને હરેશ જેમલ કોળીને ઝડપી પાડ્યા હતા, જ્યારે શૈલેશ રાધુ કોળી નામનો ઈસમ નાસી જવામાં સફળ રહ્યો હતો. આ વાડીમાં આવેલા છાપરાની દક્ષિણ બાજુ 10 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈવાળો અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવાયો હતો. આ ટાંકાનું ઢાંકણું ખોલી તેમાંથી રોયલ ચેલેન્જ, પાર્ટી સ્પેશિયલ, રોકસ્ટાર, ક્રેઝી રોમિયોની બોટલો કિંમત રૂ. 72,900નો દારૂ તથા બાઇક, મોબાઈલ નંગ પાંચ એમ કુલ્લ રૂ. 1,59,400 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.