સામખિયાળી-મોરબી હાઇવે પર છકડો પલટી જતાં અકસ્માત સર્જાયો; એકનું મોત 4 ઘાયલ

acsident

અકસ્માતની આ ઘટના રવિવારે સવારે ૮ વાગ્યાના અરસામાં સામખિયાળી-મોરબી હાઇવે ધોરી માર્ગ પર બની હતી.

સામખીયાળી મધ્યે રહેતા અને શ્રમકાર્ય કરતા પરમાર પરિવારના સભ્યો કચરો વીણવા જઈ રહ્યા હતા તે દરમિયાન સવારના ૮ વાગ્યાની આસપાસ ધોરીમાર્ગ પર અચાનક સામેથી ટ્રક આવી જતાં ટ્રક થી બચવાના પ્રયત્નમાં છકડો માર્ગ પર પલટી મારી જતાં છકડામાં સવાર લોકો રોડ પર ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં ૧૫ વર્ષીય સગીરાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે  છકડો ચાલક અનિલ પરમાર તેનો નાનો ભાઈ કરણ પરમાર, ૧૩વર્ષીયનાની બહેન દાવડી અને કાકી રેખાબેન પરમારને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોચી હતી. આ અકસ્માતમાં ઇજા પામેલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા.