આદિપુર-ટાગોર રોડ પર રિક્ષા પલટી જતાં અકસ્માત સર્જાયો: એકનું મોત

આ અંગે આદિપુર પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર પ્રકાશ અને નરેશ નામના યુવક GJ-02-ઝેડ-6499 રિક્ષા દ્વારા શાકભાજી લેવા જઈ રહ્યા હતા. તે દરમિયાન આશરે દોઢેક વાગ્યાના અરસામાં તાલુકા પંચાયત ઓફિસ સામે આવેલ ટાગોર રોડ પર પહોચ્યા તે દરમિયાન રિક્ષાનું આગળનું ટાયર ચોટી જતાં રિક્ષા પલટી મારી ગયું હતું. તે દરમિયાન નરેશ બાબુભાઈ દેવીપૂજક રિક્ષા ચલાવી રહ્યો હતો. આ ઘટનામાં પ્રકાશ રિક્ષા પરથી રોડ પર પટકાતાં માથાના ભાગે તેમજ જમણા કાનની ઉપર તેમજ શરીરે ઇજાઓ પહોચતા મોત નીપજયું હતું. જેને પીએમ અર્થે રામબાગ હોસ્પિટલ લઈ જવાયો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.