ગાંધીધામ-ભચાઉ હાઈ-વે પર ટેમ્પાની ટક્કરે રાહદારીનું મોત
ગાંધીધામના ભચાઉ-ગાંધીધામ હાઈ-વે પર એવરી કાંટા સામે રોડ ઓળંગી રહેલા રમેશ જીતઈ મદેસિયા (ઉ.વ. 40)ને આઈસર ટેમ્પાએ હફડેટે લેતા મોત આંબી ગયું હતું. ગાંધીધામ બી ડિવિઝન પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગઈ તા. 23/4ના રાત્રિના આ બનાવ બન્યો હતો. મૂળ બિહાર અને હાલે અહીંના મીઠીરોહર પાસે મહાલક્ષ્મી ગોડાઉનમાં રહેતા અને મજૂરીકામ કરતા આ યુવાન ગાંધીધામ ખરીદી કરવા ગયા હતા. આ દરમ્યાન આઈસર ટેમ્પો નંબર જી.જે. 36 ટી 7915ના ચાલકે’ યુવાનને ટક્કર મારી હતી. પોલીસે ઠેકેદાર ભગેલુ રામલગન રાય રહે, મીઠીરોહરની ફરિયાદ પરથી ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.”.