પાટણ જીલ્લા. ના સાંતલપુર તાલુકા વારાહીમાં પત્ની પર ખોટો વહેમ રાખી તિક્ષણ હથિયારોના ઘા મારી પતિએ પત્નીની હત્યા કરી

વારાહીમાં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ હત્યા નિપજાવતા ચકચાર મચી છે પોલીસે હત્યારા પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વારાહીમાં રહેતા ઇમરાન ખાન મલેકના નૂરજહાં સાથે પાંચ વર્ષ પહેલા લગન થયા હતા નૂરજહાંબેનને એક ચાર વર્ષનો દીકરો છે મૃતક મહિલા ઉપર તેમના પતિએ ખોટી શંકા કરી સોમવારની રાત્રે તિક્ષણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી મૃતક મહિલા અને તેમના પતિ ઈમરાન ખાન મલેક રૂમના ઓરડામાં સુતા હતા જ્યારે પરિવારના બીજા સભ્યો માં બહાર ઓશરીમાં સુતા હતા આરોપી ઇમરાન દ્વારા રાત્રે તિક્ષણ હથિયારના ઘા મહિલાએ બૂમાબૂમ કરતા તેને પરિવારના લોકો અને આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા મહિલાને છાતીના ભાગે અને જમણા હાથ ઉપર પાંચ જેટલા ધા મારવામાં આવ્યા હતા મૃતક મહિલાના પિતાએ જમાઈ ઇમરાન વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ હાથ ધરી છે