ભુજ આર્મી કેમ્પસમાં રહેતા કેપ્ટનના ઘરમાથી 1.66 લાખની તસ્કરી

ભુજ આર્મી કેમ્પસમાં રહેતા અને ભારતીય સેનામાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા જવાનના ઘરમા ચોરે પ્રવેશ કરી તિજોરીનું લોકર ચાવી વડે ખોલી અંદર રાખેલ સોનાના દાગીનાની તસ્કરીને અંજામ આપી છુ-મંતર થઈ ગયો હતો.

ભુજ આર.ટી.ઓ સર્કલ અનફલેક મિલીટરી સ્ટેશન કેમ્પસમાં રહેતા પુરબાલી અંકિત તપનકુમાર દાસે આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યા અનુસાર તા.24-4ના આર્મી કેમ્પસમાં રહેતી મહિલાઓની મિટિંગ હોઈ તેઓ ઈગલ ચોક વિસ્તારમાં મિટિંગમાં  જવા માટે સાંજે 6 વાગ્યે નીકળેલ હતા ત્યાંથી તેમના પતિ ઓફિસ પર ગયા  હતા. ફરિયાદી આશરે રાત્રે 9 વાગ્યે  મિટિંગમાથી પરત ફરી સોનાની બંગડી લોકરમાં રાખવા ગયેલ ત્યારે લોકરમાં રાખેલ અમુક બોક્ષ વિખરાયેલ નજરે પડ્યા હતા. જેથી તપાસ કરતાં બોક્ષમાં મુકેલ 4 સોનાની બંગડી, કાનમાં પહેરવાની બુટ્ટી , સોનાના ચેન પેંડલ સેટ મળી કુલ કી.રૂ. 1.66 લાખના દાગીના ચોરાઇ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.