ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા 19 વર્ષીય બાઈક ચાલક યુવકનું કમકમાટીભર્યું મોત…

આ અંગે મુન્દ્રા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર મોટી ભુજપુરમાં રહેતા 19 વર્ષીય મુકેશ શામજીભાઈનું મોત નીપજયું હતું. યુવક પોતાની માલીકીની  GJ-12-DP-8729 બાઈક દ્વારા મુન્દ્રા પોર્ટમાં નોકરી પર જવા નીકળ્યો હતો. તે દરમિયાન રંગોલી ગેટ પાસે પહોચતા GJ-12-AU-9381ના ટ્રેલર ચાલકે પોતાના કબજાનું ટ્રેલર પુરઝડપે અને બેદરકારીથી ચલાવી બાઈક ચાલક યુવકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક 19 વર્ષીય યુવક મુકેશને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેનું મોત નીપજયું હતું. પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.