મુન્દ્રા પોલીસે 21 બોટલ દારૂ સાથે 2 આરોપીને ઝડપ્યા

મુન્દ્રા પોલીસ નવીનાળ ગામના બસ સ્ટેશન પાસે વાહન ચેંકિંગ કરી રહી હતી તે દરમિયાન GJ-12-EC-8313 બાઈકને અટકાવી તલાસી લેતા ઇંગ્લિશ દારૂની ત્રણ બોટલો મળી આવી હતી. પોલીસે બાઈક ચાલક રણજીતસિંહ ધીરૂભા જાડેજા તથા બાઈક સવાર ભીખુભા લાલસિંહ સોઢાની ધરપકડ કરી દારૂ અંગે પૂછપરછ કરતાં નવીનાળ ગામના સ્મશાનની બાજુમાં આવેલ ચેકડેમમાં દારૂની બોટલો જમીનમાં દાટી હોવાની કેફિયત આપી હતી. પોલીસે કેફિયતના આધારે જણાવેલ ઉપરોક્ત સ્થળ પર તલાસી લેતા ઇંગ્લિશ દારૂની 18 બોટલો જમીનમાથી મળી આવી હતી. પોલીસે આરોપીઓ પાસે 750 એમ.એલ.ની ઇંગ્લિશ દારૂની 21 બોટલ કિ.રૂ.7,350 તથા GJ-12-EC-8313 બાઈક કિ.રૂ.20,000 તથા 2 મોબાઈલ ફોન કિ.રૂ.6000 મળી કુલ કિ.રૂ.33,350નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપીઓ:

  1. રણજીતસિંહ ધીરૂભા જાડેજા ઉ.વ.26 રહે. નવીનાળ
  2. ભીખુભા લાલસિંહ સોઢા ઉ.વ. 21 રહે. નવીનાળ