નખત્રાણા વિસ્તારમાથી શરાબની 201 બોટલ ઝડપી પાડતી ભુજ એલ.સી.બી. ટીમ

ભુજ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંગિયા ટોલટેક્સ પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, અંગિયા ગામે રહેતો અને દારૂનો વેચાણ કરતો ભરતસિંહ મંગલસિંહ સોઢા પોતાની બાઇક દ્વારા દારૂનો વેચાણ કરવા માટે નીકળેલ છે. જેથી પોલીસ નાના અંગિયા ગામથી નખત્રાણા તરફ જતાં રસ્તે વોચમાં હતી તે દરમિયાન એક બાઈક આવતા તેને અટકાવી આરોપી ભરતસિંહ મંગલસિંહ સોઢાને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીના કબજામાં રહેલ ભારતીય બનાવટની પર પ્રાંતીય દારૂની 14 બોટલો ઝડપી પાડી હતી. પોલીસે આરોપી ભારત પાસેથી 15,730નો દારૂ તથા GJ-12-EP-0875 કિ.રૂ.15,000 તથા એક મોબાઈલ ફોન કિ.રૂ.5000 મળી કુલ કિ.રૂ.30,730નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપી:

  1. ભરતસિંહ મંગલસિંહ સોઢા ઉ.વ.32 રહે. મોટા અંગિયા

પોલીસે બીજો દરોડો બાતમીના આધારે વાડી પર પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે,  રમેશ કાનજી ધોળુ તથા નવલસિંહ જામસિંહ સોઢાએ સાથે મળી રમેશની વાડી ઉપર દારૂનો જથ્થો ઉતાર્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી અલગ-અલગ બ્રાન્ડની વ્હીસ્કીની 187 બોટલ કિ. રૂા. 84,040નો મુદામાલ કબ્જે કર્યો હતો. જોકે દરોડા દરમિયાન  બન્ને આરોપી હાજર મળી આવ્યા ન હતા. પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.