જાહેરમાં વરલી મટકાનો આંક ફેરનો  જુગાર રમતા શખ્સને ઝડપી પાડતી મુન્દ્રા પોલીસ

crime

copy image

મુન્દ્રા પોલીસ જુગારના કેશો શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચાઈના ગેટ પાસે આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મુન્દ્રામાં રહેતો અકબર પઠાણ ડાક બંગલા પાસે હોટલના ઓટલા પાસે બેસી મીલન બજારના આંક ફેરનો જુગાર રમી રમાડી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી આરોપી અકબર પઠાણને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી બુક પેન તથા રોકડા રૂપિયા 850નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપી:

1. અકબર હાજી પઠાણ ઉ.વ.34 રહે. બારોઈ