અંજારમાં લાંચ લેવાના કેસમાં કર્મચારીને એક વર્ષની સજા

cort

     ગુજરાત પાણી પુરવઠા બોર્ડ તથા ગટર વ્યવસ્થા બોર્ડ ડિવિઝન-બે અંજારના ત્રીજા વર્ગના એક કર્મીને 2015માં લાંચ લેતા રુશ્વત વિરોધી દળએ ઝડપી પાડયા હતા. આ કર્મચારીને કોર્ટએ એક વર્ષની સાદી કેદ તથા રૂા. એક લાખનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. અંજારની ગુજરાત પાણી પુરવઠા બોર્ડ તથા ગટર સ્યવસ્થા બોર્ડ ડિવિઝન-બેમાં જુનિયર કલાર્ક તથા સ્ટોર કીપરનો ચાર્જ ધરાવતા વર્ગ ત્રણના કર્મચારી એવા શશીકાંત કરશનદાસ ઠક્કરને એ.સી.બી.એ પકડી પાડયા હતા.

આ પ્રકરણના ફરિયાદીએ આ કચેરીના પમ્પ મરમ્મત વગેરેની કામગીરી કરી હતી. તેની અવેજીમાં આ કર્મચારીએ બિલની ચકાસણી કરી પાસ કરાવી પેયમેન્ટ અપાવી દેવાની અવેજીમાં રૂા. 9000ની લાંચની માંગ ફરિયાદી પાસેથી કરી હતી. દરમ્યાન ફરિયાદીએ એ.સી.બી.માં ફરિયાદ કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં વર્ગ ત્રણના આ કર્મચારી આબાદ ઝડપાઇ ગયા હતા. આ અંગે ભુજ એ.સી.બી.માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દરમ્યાન આ કેસ અંજારની પાંચમાં અધિક સ્પેશિયલ જજ (એ.સી.બી.)ની કોર્ટમાં ચાલી ગયો હતો, જ્યાં તમામ આધાર, પુરાવા ચકાસી ન્યાયાધીશએ જુદી-જુદી કલમો તળે આ કર્મચારીને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા. એક લાખનો દંડ ફટકાર્યો હતો. ધાક બેસાડતા આવા ચુકાદાથી લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો.