આદિપુરમાં મહિલાના મંગલસૂત્રની ચીલઝડપ કરી લૂંટારુ છૂમંતર

chor

આદિપુરમાં મહિલાના ગળામાંથી રૂપિયા 1.75 લાખના મંગળસુત્રની ચીલઝડપ કરાઇ હોવાની ઘટના આદિપુર પોલીસ મથકે નોંધાઈ છે. મુળ ચેન્નાઈ અને હાલે આદિપુર વોર્ડ 3બીમાં રહેતા અને ચેન્નાઈ ખાતે માઈન્ડ પાવર ટ્રેનર તરીકે ફરજ બજાવતા 60 વર્ષીય શ્યામલા જયરામભાઈ રાધવાઐયર શર્માએ આદિપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, તેઓ આદિપુર મધ્યે તેમનાં ભાભી ગૌરીબેનના બારમાની વિધિ હોઈ આવ્યા હતા.

ગઈ કાલે સાંજે તેઓ સવા છ વાગ્યાના અરસામાં પોતાના મામાઈ બહેન વિભા ગણેશભાઈ ઐયર સાથે વોકીંગ કરવા નિકળ્યાં હતા. આ સમય દરમિયાન તેઓ મૈત્રી સ્કુલથી ટાગોર રોડ તરફ જતા રસ્તા પર ડેલમોન એપાર્ટમેન્ટ પાસે પહોંચ્યા ત્યારે લાલ જેવા કલરનાં નંબર પ્લેટ વિનાના બાઈક પર આવેલા એક શખ્સે તેમનાં ગળામાં પહેરેલું રૂપિયા 1,75,000ની કિંમતનું સોનાનું મંગળસુત્રની ચીલઝડપ કરી છૂમંતર થઈ ગયો હતો. પોલીસે આ અંગે અજાણ્યા ચોર લૂંટારુ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.