ભચાઉના કણખોઈમાં હાથ બનાવટની બે દેશી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

વાગડ પંથકમાં ગુનાખોરી નેશ-નાબૂદ કરવા અને જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયાર બંધીના કાયદાનું સખ્તપણે પાલન કરવા મળેલી ઉચ્ચ અધિકારીઓની સૂચનાના પગલે ભચાઉ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન કણખોઈ ગામથી નર્મદા કેનાલની બાજુમાં આવેલ ડુંગરવાળા ખેતરમાં હયાતખાન સરદારખાન બલોચ દારૂનો વેપલો કરતો હોવાની બાતમી મળી હતી. પોલીસે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડતા ગેરકાયદેસર 2 દેશી બંદૂક મળી આવી હતી. પોલીસેને આરોપી પાસેથી બંદુકના કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. પોલીસે આરોપીને કુલ રૂ. 6 હજારની બંદૂક સાથે ઝડપી આરોપી હયાતખાન સરદારખાન બલોચ નામના યુવક વિરૂદ્ધ આર્મ એકટ અને જીપી એકટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

પકડાયેલ આરોપી:

  1. હયાતખાન સરદારખાન બલોચ ઉ.વ 35 રહે.કણખોઇ તા.ભચાઉ