વાહ માલધારી તારું ગૌ પ્રેમ… આને કહેવાય ગૌ પ્રેમ…

ફોર્ચુનર અને ઇનોવા કારમાં થાય છે ઘાસ ચારાના ફેરા…

લાખો રૂપિયાની ગાડીમાં ગાય માટે ઘાસ ભરીને કરે છે ફેરા માલધારી દેવાભાઇ રબારી…

દેવાભાઇ કહી રહ્યા છે કે તેમની પાસે બે કાર છે એક ફોર્ચુનર અને એક ઇનોવા જેમાં તેઓ ગાય માટે ઘાસચારો લઇ આવવા ફેરા કરે છે… દેવાભાઇએ કહ્યું કે મારા માટે ગાડીની કિંમત કાઈ પણ મૂલ્ય નથી રાખતી, મારા માટે ગાય માતાએ વધુ મૂલ્યવાન છે…

લોકો ગૌ માતા માટે શું શું કરી શકે છે જુઓ આ વીડિયોમાં, અંજાર તાલુકાના વરસામેડી ગામના માલધારી દેવાભાઇ જીવા રબારી ફોર્ચૂનર અને Innova કારમાં ગાય માતા માટે ઘાસ ભરીને લઈ આવે છે. દેવાભાઇ પાસે 8 થી 10 ગાયો છે જેને દરરોજ ઘાસની જરુરત પડતી હોય છે ત્યારે દેવાભાઈએ પોતાની વાડીથી વરસામેડી ગામ ગાયના વાળા સુધી ફોર્ચુનર અને Innova કારમાં ઘાસ ભરીને ફેરા કરે છે. આ ફેરા ફક્ત અને ફક્ત ગાય માટે ઘાસ લઈ આવવા માટે કરે છે. દેવાભાઇ જીવા રબારીનો ગાય પ્રત્યેનો આ અદ્ભુત પ્રેમ જોઈ લોકો પણ આવચક બની ગયા છે…