ભુજ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું

આજરોજ કચ્છ ખાતે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. કચ્છી શાલ અને પુષ્પગુચ્છ આપી સૌએ કચ્છની ધરતી પર મુખ્યમંત્રીશ્રીને આવકાર્યા હતા.

આ પ્રસંગે પ્રભારીમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પારૂલબેન કારા, ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી અનિરુદ્ધભાઈ દવે, સંગઠનના આગેવાન શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી હિતેશભાઈ ચૌધરી, શ્રી નીતિનભાઈ પટેલ, શ્રી વલમજીભાઈ હુંબલ, જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરા, રેન્જ આઇજી શ્રી જે.આર.મોથાલિયા, નિવાસી અધિક કલેકટર શ્રી મિતેશ પંડ્યા, ડીઆરડીએના નિયામકશ્રી જી.કે.રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.