પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે લેટેરાઈટ- બોક્સાઇટ ખનીજ ચોરી કરતા ઇસમોને વાહનો સાથે પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પશ્ચિમ કચ્છ-ભુજ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.આર.ઝનકાત સાહેબનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા સુચના આપેલ હોય જે અનુસંધાને,
આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, નાડાપા ગામની સીમમાં અગાઉથી પડતર જગ્યામાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ કુદરતી ખનીજનો જથ્થો (લેટેરાઈટ-બોકસાઈટ) રાખી અને તે જથ્થો અમુક ઈસમો લોડર વડે ટ્રકોમાં ભરી અન્ય જગ્યા લઇ જવાના છે અને તે પ્રવૃતિ હાલે ચાલુમાં છે. જે મળેલ બાતમી હકીકત આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, બલભદ્રસિંહ રાણા, મયુરધ્વજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ શકિતસિંહ ગઢવી તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓ બાતમી વાળી જગ્યાએ રેડ કરતાં ત્રણ ટ્રકો તથા એક લોડર ડ્રાઈવર સહીત લોડીંગ કરતાં મળી આવેલ જેથી હાજર મળી આવેલ મજકૂર ઇસમો પાસે સદરહુ જગ્યાએથી ખનીજનો જથ્થો (લેટેરાઈટ-બોકસાઈટ) ભરવા અંગે આધાર પુરાવાની માંગણી કરતા તેઓની પાસે આવા કોઇ આધાર પુરાવા નહી હોવાની હકિકત જણાવેલ. જેથી ગેરકાયદેસર રીતે ખનીજનો જથ્થો (લેટેરાઈટ-બોકસાઈટ) સંગ્રહ કરી ટ્રકોમાં લોડીંગ કરતાં હોય જે મળી આવેલ ટ્રકો તથા લોડરને હસ્તગત કરી ખાણ અને ખનીજ વિભાગ, ભુજ કચ્છનાઓને જાણ કરી આગળની કાર્યવાહી માટે પધ્ધર પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવેલ છે.
- કબ્જે કરેલ મુદામાલ
ટ્રક જેના રજી,ન, GJ 12 BY 9802 માં કુદરતી ખનીજ (લેટેરાઈટ – બોક્સાઇટ ખનીજ) આશરે ૩૫ ટન ભરેલ
- ટ્રક જેના રજી.નં. GJ 12 BW9939 જેમાં કુદરતી ખનીજ (લેટેરાઈટ – બોક્સાઇટ ખનીજ) આશરે 30 ટન ભરેલ • ટ્રક જેના રજી.નં. GJ 12 A2 8808 જેમાં કુદરતી ખનીજ (લેટેરાઈટ – બોક્સાઇટ ખનીજ) આશરે ૧૦ ટન ભરેલ
- લોડર જેના એન્જી નંબર જોતા PY3029H186644 તથા ચેસીસ નંબર- 1PY 5310EPNA064111
[11:39 am, 29/04/2023] Piyu Rajgor: * હાજર મળી આવેલ ઈસમ
અરબાજ આમદ સોઢા, ઉ.વ. રર રહે. સલારી તા.રાપર-કચ્છ
શરીફ શેરમામદ સોઢા, ઉ.વ.૨૦ રહે.રહે સલારી તા.રાપર-કચ્છ અબ્દુલ સાજીદ ઉમરીયા, ઉ.વ.૩૪ રહે. જંગી રોડ પર જમાત ખાનાની બાજુમાં સામખીયારી
તા.ભચાઉ સંજય દેવાભાઈ વરચંદ (આહિર) ઉ.વ.૨૦ રહે ઉખડમોરા તા.ભુજ