ગાંધીધામ તથા ખંભરામાં જુગાર રમતા 11 જુગારપ્રેમીઓ પાંજરે પુરાયા
જુગારીઓ માટે વૈશાખમાં જાણે શ્રાવણ જામ્યો ન હોય ! વૈશાખમાં લગ્ન વચ્ચે જુગારીઓનો જાણે દબદબો હોય તેમ હાલમાં અનેક જગ્યાએ જુગારપ્રેમીઓ ઝડપાઇ રહ્યા છે. ત્યારે ગઈકાલે પોલીસે 2 સ્થળે દરોડો પાડી 11 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.
ગાંધીધામ એલ.સી.બી.ની ટિમ અંજાર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે ખંભરા શાંતિનગર પાછળ દરોડો પાડતા અમુક શખ્સો ધાણીપાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે ચારેય પત્તાપ્રેમીઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા 14, 280 તથા 4નંગ મોબાઈલ ફોન કિ.રૂ. 13,500 મળી કુલ કિ.રૂ.27,780નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો.
પકડાયેલ આરોપીઓ:
- અકબર ઈબ્રાહિમ કુરેશી ઉ.વ. 45 રહે,કુકમા
- દાઉદ જુશબ બુઢા ઉ.વ. 42 રહે,સીનુગ્રા
- કરીમ સીધીક કકલ ઉ.વ. 30 રહે, વાડા
- હીરજી મંગા મહેશ્વરી ઉ.વ.42 રહે,ખંભરા
જ્યારે બીજો દરોડો ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ દ્વારા વાઢિયારી વાસ સુંદરપુરી ગાંધીધામ મધ્યે પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા 7 જુગારીઓ પોલીસને ઝપટે આવ્યા હતા. પોલીસે સાતેય આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા 11,250 તથા 4 મોબાઈલ ફોન કિ.રૂ.13,000 મળી કુલ કિ.રૂ.24,250નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પકડાયેલ આરોપીઓ:
- અમરત ભવાન પરમાર, ઉ.વ. 38 રહે. ગાંધીધામ
- કાંતિ ગંગાભાઈ વણકર, ઉ.વ. 38 રહે. ગાંધીધામ
- મોતી જેઠા વણકર, ઉ.વ.50 રહે. ગાંધીધામ
- ગાંડાભાઈ નથુ વણકર, ઉ.વ. 59 રહે. ગાંધીધામ
- જેસા ખેમા પરમાર, ઉ.વ. 53 રહે. ગાંધીધામ
- ઈશ્વર નાનજી રાઠોડ ઉ.વ.40 રહે. ગાંધીધામ
- કરણ બાબુ વણકર ઉ.વ.30 રહે. ગાંધીધામ
પોલીસે પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.