અલગ-અલગ જગ્યાએથી ગે.કા હથિયાર નંગ-૦૨ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી ભચાઉ પોલીસ
ભચાઉ પોલીસે’ દરોડો પાડી દેશી હાથબનાવટની બંદૂકો’ સાથે’ બે આરોપીને પકડી પાડયા હતા. ભચાઉ’ પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને પેટ્રોલિંગ હાથ ધરવા સાથે’ કણખોઈ નર્મદા કેનાલની બાજુમાં ડુંગરાવાળા ખેતરમાં’ આવેલા રહેણાક મકાનમાં છાનબીન’ કરી હતી. દરમ્યાન’ આરોપી ભાણા દેશરા કોળી (ઉ.વ.45) અને પાંચા દેશરા કોળી (ઉ.વ. 40)ના કબજાનાં મકાનમાંથી દેશી હાથબનાવટની નાળવાળી બે બંદૂક મળી આવી હતી. જેની કિંમત રૂા. 6000′ આંકવામાં આવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ આર્મસ એક્ટની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.’ ‘. આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.બી.પટેલ તથા ભચાઉ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.