લાક્ડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેર કાયદેસર રીતે ચોરી/છળકપટથી ભરેલ શંકાસ્પદ લોખંડના સળીયા પકડી પાડતી લોકલ ક્રાઇમ  બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ    

પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે પીપરાપાટી સીમમાંથી ચોરી અથવા છળકપટથી મેળવેલા શંકાસ્પદ લોખંડના સળિયાનો જથ્થો અંકે કર્યો હતો. સામખિયાળી-મોરબી રોડ ઉપર પીપરાપાટી સીમમાં આવેલ અશોક લેલન વર્કશોપ તથા સન્ધુ ઢાબા વચ્ચેથી જતા કાચા માર્ગથી થોડેક આગળ સન્ધુ ઢાબાના પાછળના ભાગે બાવળની ઝાડીઓમાં કેટલાક શખ્સો ટ્રકોમાંથી શંકાસ્પદ સળિયાનો જથ્થો ઉતારતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી. આ વેળાએ ત્રણ અજાણ્યા ઈસમો નાસી છૂટયા હતા. આ કાર્યવાહીમાં પોલીસે’ લોખંડના અલગ-અલગ સાઈઝના સળિયા 562.5 કિ.ગ્રા કિ.રૂા.16,762, ટ્રેલરમાં ભરેલા 30.970 મેટ્રીક ટન સળિયા કિં.રૂા.20,09,953, ટ્રેલર કિ. રૂા.10 લાખ, મોબાઈલ ફોન સહિત કુલ રૂા. 30,31,715નો મુદામાલ કબ્જે લીધો હતો. પકડાયેલા આ જથ્થા અંગે રાજસ્થાનના ગોસાઈરામ શિવદાનરામ જાટ જરૂરી આધાર પુરાવા રજૂ કરવામાં અસમર્થ રહેતા પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી માટે લાકડીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.              

 આ કામગીરી લોકલ ક્રાઇમ  બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એમ.જાડેજા, વી.આર.પટેલ,એસ.એસ.વરૂ તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.