આદિપુરમાં ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને ઝડપી પાડી 83,200નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પૂર્વ-કચ્છ ગાંધીધામ
એલ.સી.બી.ની ટીમ આદિપુર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, આદિપુરમાં રહેતો અક્ષત પુષ્પેન્દ્ર જૈન હાલમાં ચાલી રહેલ રાજસ્થાન રોયલ્સ V/S મુંબઈ ઈન્ડિયન્સ ની આઇપીએલટી-20 મેચ પર મોબાઈલ દ્વારા ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે આદિપુર- રામબાગ રોડ પર આવેલ ટેટૂલેબ દુકાનની પાસે દરોડો પાડી આરોપી અક્ષત પુષ્પેન્દ્ર જૈનને ઝડપી પાડ્યો હતો. આરોપીએ ઇન્સ્ટાગ્રામ પરથી આઇ.ડી. ખરીદી હતી અને તેના બદલામાં મહેન્દ્ર સોમા આંગડિયા પેઢી મારફતે રૂા. 10,000 નોટ નંબર પર પૈસા મોકલાવ્યા હતા. આ શખ્સ પાસેથી મોબાઇલ ફોન કિ.રૂ.70,000, રોકડ રકમ 13,200 મળીને કુલ રૂા. 83,200નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ જુગારધારા કલામ 12(અ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપી:
- અક્ષત પુષ્પેન્દ્ર જૈન ઉ.વ.26 રહે. આદિપુર