દારૂ શોધવા ગયેલી ભચાઉ પોલીસને ફરી મળી બે બંદૂક…
દારૂ શોધવા કણખોઈ પહોચેલી ભચાઉ પોલીસે 2 બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કણખોઈ પાસે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, નર્મદા કેનાલના બાજુમાં આવેલ ડુંગરવાળા ખેતરમાં આવેલ રહેણાંક મકાનમાં ઈજજતખાન ઉર્ફે પપ્પુ સરદારખાન બચોલ દેશીદારૂનું વેચાણ કરી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા ભૂંગામાથી દારૂ તો નહિ પરંતુ નાળ વાળી બે બંદુકો મળી આવી હતી. પોલીસે આરોપી પાસે બંદૂક અંગે પરવાનાની માંગણી કરતાં પાસ-પરમીટ ન હોવાનું જણાવ્યુ હતું. પોલીસે આરોપી ઈજજતખાન ઉર્ફે પપ્પુ સરદારખાન બચોલની અટકાયત કરી હાથ બનાવટની 2 બંદૂક કી.રૂ.6000નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. પોલીસે આરોપી ઈજજતખાન ઉર્ફે પપ્પુ સરદારખાન બચોલ વિરુદ્ધ આર્મ એક્ટ કલમ 25 (1-બી)(એ)મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.