તાપર-પસવારીયા માર્ગે હાઈટેન્શન લાઈનના વીજ થાંભલા ધરાશયી
અંજાર તાલુકાના સતાપરથી પસવારીયા તરફ જતા માર્ગ ઉપર ગઈકાલે રાત્રિના સમયે વેગેલી પવનને કારણે 220 કે.વીના હાઈટેન્શન લાઈનના વીજ થાંભલા ધરાશય થયા હોવાના અહેવાલ સાંપડયા હતા.છેલ્લા કેટલાક દિવસોથી આ સરહદી મુલકમાં તીવ્ર પવન વીજળીના કડાકાભડાકા સાથે કમૌસમી વરસાદનો માહોલ જામ્યો છે.ગઈ સાંજથી અંજાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડયો હતો.પવનની ગતિ વચ્ચે ગઈકાલે રાત્રિના સમયે કોઈકારણોસર’ સતાપર થી પસવારીયા તરફે પસાર થતી મોટાવીજ ટાવર જમીન ધ્વસ્ત થતા વીજરેસાઓ નીચે પડયા હતા. આ લાઈન પાવરગ્રીડ કે અન્યની કોઈ હોવાનુ પી.જી.વી.સી.એલ અને ગેટકોના અધિકારી વર્તુળોએ કહયુ હતું. આ બનાવને લઈને કેટલા પ્રમાણમાં કેટલુ નુકશાન થયુ તેમજ કયાં વિસ્તારના વિજપુરવઠાને અસર થઈ હશે તેની સતાવાર રીતે વિગતો સપાટી ઉપર આવી ન હતી. અકસ્માતને મોટી દુધર્ટના ટળી હોવાનો સુર તજજ્ઞોએ વ્યકત કર્યો હતો.