ભુજ શહેર વિસ્તારમાં મકાન માલીકે મકાન ભાડે આપ્યા અંગેની જાણ સ્થાનીક પોલીસ સ્ટેશનમાં નહીં કરાવી જાહેરનામાનો ભંગ કરનાર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી એસ ઓ જી પશ્ચિમ કચ્છ-ભૂજ

શ્રી જે.આર.મોથાલીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા સૌરભ સિંઘ, પોલીસ અધિક્ષક સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં મકાન માલીકો દ્વારા મકાન ભાડે આપી અને મકાન ભાડે આપ્યા અંગેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નહીં કરાવનાર મકાન માલીકો વિરૂધ્ધ જાહેરનામાં ભંગ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના આપેલ હોય
તેમજ ગુજરાત રાજયમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગીક એકમો શરૂ થયેલ છે અને અત્રેનો જીલ્લો આંતરરાષ્ટ્રીય બોર્ડરનો જીલ્લો હોઇ અને બહારનો રાજયોમાંથી લોકો ધંધા-રોજગાર અર્થે આવતા હોય છે જે પરપ્રાંતિયો પૈકી અમુક અસામાજીક ઇસમો/તત્વો પણ આવતા હોય છે અને જેઓ પણ શહેર/ગામડામાં કોઇ મકાન ભાડે રાખીને રહેતા હોય છે અને સ્થાનિક પરિસ્થિતીથી માહિતગાર થઇ પોતાના આર્થીક લાભ સારૂ લોકોનાં જાનમાલને નુકશાન પહોંચાડી ગંભીર ગુનાઓને અંજામ આપતા હોય છે અને કચ્છ જિલ્લા બહારના કે ગુજરાત રાજય બહારના પરપ્રાંતિય લોકો જયારે મકાનમાં ભાડેથી રહેવા માટે આવે ત્યારે મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકે તેઓનો ઓળખપત્ર તથા તેઓના ફોટોગ્રાફ સહિતની વિગતો મેળવી તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે. જે અત્રે વખતો વખત માનનીય કલેકટર સાહેબ અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, કચ્છ (ભુજ)નાઓ દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવે છે. તેમ છતાં મકાન માલીકો દ્વારા મકાન ભાડે આપ્યા અંગેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરાવવામાં આવતી નથી.
જે અનુસંધાને એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.વી.ભોલા સાહેબ તથા પોલીસ ઇન્સ્પેકટર એન.ડી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ ઓ જી. સ્ટાફનાં હેડ કોન્સ નરેન્દ્રસિંહ ઝાલા તથા રઘુવીરસિંહ જાડેજાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન જી.આઈ.ડી.સી હંગામી આવાસમાં ગેબનશાપીરની દરગાહ પાસે થી હકિકત આધારે ઇદ્રીશભાઈ શકીલધા સુમરા રહે.મૂળ ગામ.ઉડઈ,તા.ભુજ,હાલ રહે. જી.આઈ.ડી.સી હંગામી આવાસમાં ગેબનશાપીરની દરગાહ પાસે,ભુજવાળાએ પોતાના કબ્જાની પતરાવાળી ઓરડી (મકાન) પરપ્રાંતીય ઇસમને ભાડે આપી અને ભાડે આપ્યા અંગેની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નહીં કરી માનનીય જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ, કચ્છ-ભુજનાં પ્રસિધ્ધ જાહેરનામાનું ભગ કરતા તેની વિરૂધ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.