ગણતરીના દિવસોમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલતી તલોદ પોલીસ.
તલોદ પોલીસ ટાઉન વિસ્તારના પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળતા હરસોલ તરફથી પેસન પ્રો નંબર વગરની બાઈક લઈને બે આરોપીઓ આવી રહ્યા છે. હકીકતની બાતમી મળતા તલોદ પોલીસ તાત્કાલિક હરસોલ ચોકડી પર પહોંચી નાકાબંધી કરી આરોપીઓને ઉભા રાખી તેમનું નામ ઠામ પૂછપરછ કરતા આરોપીએ ગુનો કબૂલ કર્યો હતો.
(૧)હર્ષિલ કુમાર દલપતસિંહ ચૌહાણ. હરખજી ના મુવાડા દહેગામ જીલ્લો ગાંધીનગર..
(૨) ઇન્દ્રવદન ભારતસિંહ ડાભી.રહેવાસી પાલુન્દ્રા તાલુકો દહેગામ જીલ્લો ગાંધીનગર..
બે આરોપી સાથે મદદ કરતા *કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા
ગામ પનાપુર તા. તલોદ જિલ્લા સાબરકાંઠા.
પરેશસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને દશરથસિંહ બાલુસિંહ ઝાલા રહેવાસી વડોદરા તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. સહ આરોપીઓએ મોટરસાયકલ ચોરીમાં મદદ કરેલી હતી. આરોપીઓ ગુનાની કબૂલાત કરતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
જગદીશ સોલંકી અરવલ્લી.