“હનીટ્રેપ”નો ભોગ બનનાર ફરિયાદ માટે આગળ આવે તો તેની સમાજમાં આબરૂ જતી નથી પણ વધે છે : ધારાશાસ્ત્રી

“હનીટ્રેપ”નો ભોગ બનનાર ફરિયાદ કરવા આગળ આવે તો તેની સમાજમાં આબરૂ જતી નથી પણ વધે છે : એમ.સી.ચૌધરી (ધારાશાસ્ત્રી)

કચ્છ સહિત સમગ્ર દેશમાં “હનીટ્રેપ”નો દુષણ ફુલ્યો ફાલ્યો છે. અસામાજિક તત્વો પોતાના અંગત સ્વાર્થ માટે પ્રતિષ્ઠિત વ્યક્તિ ને જાળમાં ફસાવી પૈસા પડાવી લેતા હોય હોય છે. પ્રતિષ્ઠિત વ્યક્તિને સમાજમાં આબરૂ ન જાય તેવા ભયથી ફરિયાદ કરવા માટે આગળ આવતા નથી. ભુજના જાણીતા ધારાશાસ્ત્રી એમ સી ચૌધરીએ જણાવ્યું હતું કે લોકોને હનીટ્રેપ જેવા બનાવનો ડર કાઢી નાખવું જોઈએ અને કાયદાને માન આપીને હનીટ્રેપ કરી પૈસા પડાવતા ચમરબધીઓને ખુલ્લા પાડવા આગળ આવવું જોઈએ.

સન્યાસી વ્યક્તિઓ જો આવી કામલીલા આચરતા હોય તો તેને સમાજમાં ખુલ્લા પાડવાની જરૂર છે, જોકે આવા પાખંડી તકસાધુઓને સંન્યાસી જીવન મૂકીને ગૃહસ્થી જીવન જીવવું જોઈએ.

જાગૃતિનો સંદેશ આપતાં પશ્ચિમ કચ્છ પોલિસવડા સૌરભસિંઘએ જણાવ્યું હતું કે હનીટ્રેપની જાળમાં બચવા માટે લોકોને જાગૃત થવું ખુબ જરૂરી છે. હનીટ્રેપ કરનાર વ્યક્તિ અનનોન નંબર થી લોકોને વિડિઓ કોલ કરે છે. લોકો જેવો કોલ ઉપાડે તેમાં બિભસ્ત દ્રશ્ય દેખાય છે અને તેઓ સ્ક્રિન શોટ કે વિડિઓ રેકોર્ડિંગ કરી લેતા હોય છે અને તે રેકોર્ડિંગના આધારે તેઓ લોકોને પૈસા પડાવવા મજબુર કરતા હોય છે. હનીટ્રેપથી બચવા અનનોન નંબર થી વિડિઓ કોલ આવે તો તેને રિસીવ કરતા ટાળો.