આજે વહેલી સવારે ઘડિયાળના કારખાનામાં આગ ભભૂકી ઉઠતા મોરબી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ને આગ ને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો
મોરબી માં ગરમી અને બફારા નું પ્રમાણ વધારે રહે છે તેથી આગ લાગવાના બનાવો બનતા રહે છે આજે વહેલી સવારે ઘડિયાળના કારખાનામાં આગ ભભૂકી ઉઠતા મોરબી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ને આગ ને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ બાબતે વાત કરીએ તો
આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લાતીપ્લોટ શેરી નંબર સાત માં ગેસ ગોદામ વાળી શેરીમાં આવેલ મંગલમ કલોક નામના કારખાનામાં આજે વહેલી સવારે ચાર વાગ્યે આગ ભભૂકી ઉઠતા મોરબી ફાયર બ્રિગેડ ને જાણ કરતાં તુરંતજ ઘટનાસ્થળે પહોંચી ને મોરચો સંભાળીને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જો કે આગ કેમ લાગી! તે કારણ હજુ સુધી બહાર આવ્યું નથી પરંતુ આગ વિકરાળ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.