ભચાઉ ના મોટી ચિરઈ મા ભંગાર ના વાળાં માં અચાનક આગ ભભૂકી ઉઠી

વહેલી સવારે 3:55 વાગે ભચાઉ ફાયર ટીમ ને કોલ આવતા કે ભચાઉ તાલુકાના મોટી ચિરઈ રેલવે ફાટક પાસે એક ભંગાર ના વાળા માં આગ લાગી હતી અને બાજુમાં 3 મકાનને આગે ઝપેટમાં લીધાં હતાં

ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને આગ પર 4 થી 5 કલાક જહેમત બાદ 2 મકાન નો આબાદ બચાવ કર્યો હતો અને એક બળી ગયેલ તેના બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો ફાયર ટીમ લીડર..પ્રવીણ દાફડા ફાયર હેલ્ફર..કુલદીપ ભાઈ ગંઢેરે દ્વારા આગ પર કાબુ મેળવવા ની કામગીરી કરવામાં આવી હતી