મુન્દ્રામાં 17 વર્ષીય યુવાનને છરી મારનાર બે સગીર વયના આરોપીઓને ઝડપી પાડતી મુન્દ્રા પોલીસ
મુન્દ્રાના બારોઈ રોડ પર તારીખ 17 5 2023 ના રાત્રે 8:00થી 9 વાગ્યા ના અરસામાં યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીએ instagram ઉપર ગાળો બોલ્યા બાદ ફરિયાદી પક્ષને સમાધાન કરવા બોલાવી 17 વર્ષના યુવાનના પેટમાં છરી મારી હતી॰ ફરિયાદી ફાંસલભાઈ ઉર્ફે અમન અનવર ભાઈના જણાવ્યા મુજબ આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ ના ગ્રુપમાં ફરિયાદી અને તેના ભાઈને ગાળો આપી હતી જેથી ફરિયાદીના ભાઈએ ગાળો કેમ બોલે છે તેવું કહેતા આરોપી ફરિયાદીના ભાઈને માર માર્યો હતો. જેને જાણ ફરિયાદીને થતા તે બારોઈ રોડ પર પોતાના ભાઈ પાસે ગયો હતો. ત્યાં અન્ય મિત્રો સાથે મળી સમાધાન કરવાની વાત કરતા હતા એ દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા આરોપી છરી કાઢી ફરિયાદીના પેટના ભાગે છરીના ઘા માર્યો હતો. છરીનો ઘા વાગતા ફરિયાદી નીચે પડી ગયો હતો. આ દરમિયાન આસપાસના માણસો એકત્ર થઈ જતા આરોપીઓ નાસી ગયા હતા. ઈજા થતાં ફરિયાદીને પ્રથમ મુન્દ્રા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ અદાણી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ એ ઈજા ગંભીર હોતા વધુ સારવાર માટે ભુજની લાઈફ કેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ ગુનાના બે સગીર મહિના આરોપીઓને મુન્દ્રા પોલીસે ઝડપી પાડ્યા હતા