ભુજ પાલિકા દ્વારા હજુસુધી પ્રિમોન્સૂન કામગીરી નહીં થતાં પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા..

ચોમાસાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે .. વરસાદ પહેલા પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે .. પરંતુ ભુજ પાલિકા દ્વારા હજુસુધી કામગીરી નહીં થતાં પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે .. સામાન્યરીતે ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે … ભુજ નગરપાલિકા પ્રિમોન્સુન કામગીરી કરવામાં ઊંધતી ઝડપાઈ છે … હજુસુધી પાલિકા દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી નથી .. અગાઉ પાલિકાએ પ્રિમોન્સુન કામગીરી માટે બે વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ..પરંતુ કોઈ પાર્ટીએ નાળા સફાઇ માટે રસ નહીં દાખવતા કામગીરી થઈ શકી નથી સાંભળીયે આ અંગે શું જણાવે છે હાસમ સમા

ચોમાસા વરસાદી પાણીના નિકાલ માટે દરવર્ષે લાખો રૂપિયાના ખર્ચે પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે .. હાલમાં ભુજ શહેરમાં ૬૦ જેટલા વરસાદી નાળા આવેલા છે .. ભુજ નગરપાલિકા દ્વારા નાળા સફાઈ માટે કોઇપણ જાતનું આયોજન હજુસુધી હાથ ધરવામાં આવ્યું નથી.. તરસ લાગે ત્યારે કુવો ખોદવા જેવો તાલ હાલ ભુજ નગરપાલિકામાં જોવા મળી રહ્યો છે ….પ્રિમોન્સુન કામગીરી લઈને વિપક્ષ કોંગ્રેસ સતાપક્ષ આરોપ મુક્યો છે કે ભુજ નગરપાલિકા પ્રિમોન્સુન કામગીરી કરવામાં રસ નથી કાગળ પર કામગીરી બતાવી લાખો રૂપિયાના બીલ બનાવી ભ્રષ્ટાચાર આચરવામાં રસ છે ..ભુજમાં પ્રિમોન્સુન કામગીરી નહિ કરવામાં આવતા સતાપક્ષની નિષ્ફળતા છતી થઈ છે …..સમગ્ર મામલે નગરપાલિકા પ્રમુખ કહી રહ્યા છે ભુજ નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવશે…તમામ વરસાદી નાળાની સફાઇ કરવામાં આવશે .. ત્યારે હવે ધોર નિંદ્રામાં સુતેલું ભુજ પાલિકાનું તંત્ર ક્યારે જાગશે ?? અને ક્યારે પ્રિમોન્સુન કામગીરી કરશે એ હવે જોવું રહ્યું ?? સાભળીયે આ અંગે શું જણાવે છે ઘનશ્યામ ઠક્કર – પ્રમુખ – ભુજ નગરપાલિકા