ભુજમાં પિતાએ વાપરવા અર્થે પુત્રને રૂપિયા ન આપતા પુત્રએ છરી વડે કર્યો હુમલો

પુત્રએ પિતાને ગાળો આપી છરી વડે માર માર્યો હોવાની ઘટના ભુજની ઓરિએન્ટ કોલોની પાછળ ઇન્દ્રાનગરીમાં બની હતી. છરી મારવા પાછળનું કારણ… પિતાએ પૈસા ન આપ્યા.

છુટાછેડા લીધેલા અને કામ ધંધા વિના રખડતા પુત્ર એ પિતા પાસે વાપરવા માટે રૂપિયા માંગતા પિતાએ તેની ના પાડતા માતા-પિતાને ગાળો આપી પુત્ર એ પિતાને હાથમાં છરી ઝીંકી દીધી હતી.

આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસમાં મથકે ઓરિએન્ટ કોલોની પાછળ ઇન્દ્રાનગરીમાં રહેતા  દિલીપભાઈ કેસરજી ઠક્કરે નોંધાવેલી ફરિયાદ અનુસાર  તેમના દીકરા ધર્મેશ ના છૂટાછેડા થઈ ગયા છે અને કંઈ કામ ધંધો કરતો નથી રખડતો રહે છે ઘરે માત્ર જમવા આવે છે. ગઈકાલે સાંજે ધર્મેશે વાપરવા અર્થે ફરિયાદી પાસે પૈસાની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ રૂપિયા આપવાની ના પાડતા ધર્મેશ ઉસ્કેરાઈ ગયો હતો અને માતા-પિતાને ગાળો આપીને આરોપી ધર્મેશે ઘરના વાસણોમાંથી ચપ્પુ લઇ ફરિયાદીને હથેળીમાં મારી દીધું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.