ભુજમાં જુગારધામ પર પોલીસના દરોડા: 5 પત્તાપ્રેમીઓ ઝડપ્યા
ભુજ એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે આશાપુરા રિંગરોડ પખાલી ફળિયાના રહેણાક મકાન પર દરોડો પાડી 5 જુગારીઓને ઝડપી પાડી 17,100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ભુજ એ-ડિવિઝન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, નિલેષભાઇ ઈશ્વરલાલ સોલંકી પોતાના બનેવી દીપકભાઈ પ્રેમજીભાઈ ચુડાસમાના રહેણાક મકાનના ઉપરના માળે બહારથી ખેલીઓ બોલાવી તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડે છે. પોલીસે બાતમીના આધારે આશાપુરા રિંગરોડ પખાલી ફળિયાના મકાન પર દરોડો પાડી જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પાંચેય આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 15,600 તથા મોબાઈલ ફોન નંગ 3 કિ.રૂ.1500 મળી કુલ કિ.રૂ. 17,100નો મુદ્દામાલ હસ્તગત કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ 4,5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- નિલેષ ઈશ્વરલાલ સોલંકી ઉ.વ.45 રહે.ભુજ
- મનોજ જેરામ મેર ઉ.વ.53 રહે.ભુજ
- રાજેશપુરી મહાદેવપુરી ગોસ્વામી ઉ.વ.50 રહે. ભુજ
- અબ્દુલ બાપુ ખત્રી ઉ.વ.72 રહે. ભુજ
- ગૌરાંગ મહેન્દ્ર રામાવત ઉ.વ.40 રહે. ભુજ