ભુજમાં કારમાથી 24 બોટલ શરાબ ઝડપાયો: આરોપી ફરાર

ભુજમાં હોસ્પિટલ રોડ પર કારમાં ભરેલ દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે આરોપી હાજર મળી આવ્યો ન હતો.

ભુજ એલસીબી પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ભુજ સહયોગનગરમાં રહેતો તરુણ પ્રતાપભાઈ ચાવડા પોતાના કબજાની GJ-12-DG-2069 કારમાં ગેરકાયદેસરવિદેશી દારૂનો જથ્થો મંગાવી સગેવગે કરવાની પેરવીમાં છે.અને હાલમાં ઉપરોક્ત હકીકત વાળી કાર ભાદરકા હોસ્પિટલ આસપાસ છે.

પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી ઉપરોક્ત સ્થળ હોસ્પિટલ રોડ પાસે દરોડો પાડતા ઉપરોક્ત બાતમી હકીકત વાળી કાર મળી આવી હતી. પરંતુ દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે કારની તલાસી લેતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 24 બોટલો મળી આવી હતી. પોલીસે 25,140નો શરાબ તથા કાર કિ.રૂ. 3 લાખ મળી કુલ કિ.રૂ. 3,25,140નો મુદ્દામાલ હસ્તગત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.