માધાપરમાં જુગાર રમતા 2 જુગારી ઝડપાયા

માધાપરના કારીમોરી તળાવ પાસે ખુલ્લામાં ધાણીપાસાનો જુગાર રમતા બે શખ્સોને માધાપર પોલીસે ઝડપી પાડ્યા હતા.

બપોરે માધાપર પોલીસે બાતમીના આધારે તળાવ પાસે કાર્યવાહી કરતાં ધાણીપાસાનો જુગાર રમતા 2 આરોપી મળી આવ્યા હતા. પોલીસે આરોપી રવજી સુમાર કોલી અને મહેશ જગુભાઇ કોલીને ઝડપી પાડી રોકડા રૂા. ૯૫૦ કબ્જે કર્યા હતા. પોલીસે આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.