અંજારમાં દ્વિચક્રી વાહન કારથી આગળ નીકળી જતાં કાર ચાલકે કર્યું ફાયરિંગ …

અંજારમાં આગળ જતી કારથી આગળ એક દ્વિચક્રી વાહન ચાલક આગળ નિકડી જતાં આરોપીએ ફરિયાદી તથા તેના મિત્રને મારી નાખવાના ઇરાદે બે રાઉન્ડ ફાયરિંગ કરતા ભારે ચાક્ચાર મચી જવા પામી હતી.

આ ઘટના અંગે અંજારના લાકડા બજાર વિસ્તારમાં રહેતા હિરેન રાજેશ સોધમે આરોપી મહેશ આહીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદી ગઈકાલે રાત્રે ચિત્રકૂટ સર્કલ પાસેથી પોતાના ઈલેક્ટ્રીક ચક્રીય વાહનથી જઈ રહ્યા હતા ત્યારે આગળ જતી કાર GJ-12-BR- 7980 થી ફરિયાદી આગળ થઈ ગયા હતા. ત્યારબાદમાં તે નાયરા પેટ્રોલ પંપ પાસે આશાપુરા એન્ટરપ્રાઇઝ પાસે પોતાના મિત્રો સાથે હાજર હતા તે દરમિયાન પાછળ આવતી કાર પણ ત્યાં પહોચી હતી. તેમાંથી મહેશ નામના શખ્સે ફરિયાદી અને તેના તેના મિત્રોને ગાળો આપતા ગાળો બોલવાની ના પાડતાં આરોપીએ રિવોલ્વર કાંઢી ફરિયાદી તથા તેના મિત્રોને મારી નાખવાના ઇરાદે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પોલીસે આરોપી મહેશને ધરપકડ કરી હતી.