ભુજમાં જુગાર રમતા 3 જુગારીઓ ઝડપાયા
ભુજ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, દીનદયાળનગરમાં રહેતો મામદ ઈબ્રાહિમ મણકા રહેણાંક મકાનના બહાર ઓટલા પર અમુક શખ્સો સાથે ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમી રમાડી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર દરોડો પાડી ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 2120 તથા 1 મોબાઈલ ફોન કી.રૂ.1000 મળી કુલ કિ.રૂ.3120નો મુદ્દામાલ હસ્તગત કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ:
- મામદ ઈબ્રાહિમ મણકા ઉ.વ.45 રહે. ભુજ
- હબીબલા સાબર નોડે ઉ.વ.60 રહે. ભુજ
- કાસમ અલીમામદ લાડા ઉ.વ.37 રહે. ભુજ