રાજકોટમાં ભાજપના મંત્રીની નંબર પ્લેટ લગાવેલી કારમાંથી દારૂની બોટલ સાથે એક શખ્સની કરાઈ ધરપકડ
સૂત્રો જણાવી રહ્યા છે રાજકોટમાં ભાજપના મંત્રીની નંબર પ્લેટ ધરાવતી કારમાંથી દારૂની બોટલ મળી આવી છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ તરફ જતા માર્ગ પર પોલીસ ચેકિંગમાં હતી તે સમયે ભાજપના મંત્રી લખેલી એક કાર આવતા પોલીસે આ કારની તપાસ હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન આ કારમાંથી દારૂની એક બોટલ નીકળી પડી હતી. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે આ ગુના કામેનો આરોપી શખ્સ કારમાં ભાજપ મંત્રીની પ્લેટ સાથે પોલીસ સામે રોફ જમાવતો જોવા મળી આવેલ હતો. બાદમાં પોલીસે તેની પાસે ભાજપનું સભ્ય કાર્ડ માંગતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. આ મામલે આરોપી શખ્સની અટક કરી પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.