ભુજમાં જાહેરમાં શ્રી દેવી બજારનો વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમતો એક શખ્સ ઝડયાપો: એક ફરાર

એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી જાહેરમાં બરલી મટકાનો જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડી 10,530નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જ્યારે અન્ય એક આરોપી હાજર મળી આવ્યો ન હતો.

એલ.સી.બી ટિમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, કોડકીરોડ ભુજમાં રહેતો દિપક જેરામ રાવ સરપટનાકા પાસે આવેલ મોલુ મસ્જિદ પાછળના ભાગે ગલીમાં જાહેરમાં વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપી દિપક જેરામ રાવને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીનો ફોન તપાસતા આરોપી અસરફ રાયમાને આંકડાનું કટિંગ લખાવતો હોવાનું પણ જાણવા મળ્યું હતું. જોકે આરોપી અસરફ રાયમા દરોડા દરમિયાન હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ.4530 તથા 2 મોબાઈલ ફોન કિ.રૂ.6000 મળી કુલ કિ.રૂ.10,530નો મુદ્દામાલ હસ્તગત કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપી:

  1. દિપક જેરામ રાવ ઉ.વ.39 રહે. કોડકી રોડ ભુજ
  2. અસરફ રાયમા રહે. સંજોગનગર ભુજ