પડાણાની સીમમાં આવેલ લાકડાના બેનસામા આગ ભભૂકી ઉઠતાં લાકોનું નુકશાન
ગાંધીધામ ખાતે આવેલ પડાણા ગામના સીમ વિસ્તારમાં આવેલ લાકડાના બેનસામા આગની જ્વાળાઓ ફાટી નીકળતા મોટું નુકશાન થયું હોવાનું જણાઈ રહ્યું છે. આ બનાવ ગત તા.19/12ના સાંજના અરસામાં બન્યો હતો. આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા.19/12ના સાંજના સમયે પડાણાની સીમમાં આવેલ મુકેશકુમાર એન્ડ કંપની ટિમ્બર મર્ચન્ટ નામના બેન્સામાં અચાનક આગ સળગી ઉઠી હતી. પરીણામે કામદારોમાં દોડધામ મચી હતી. બનાવ અંગે અગ્નિશમન દળને જાણ કરતાં અગ્નિશમન દળના જવાનોએ પાણીનો મારો ચલાવી આ આગને કાબૂમાં લીધી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ રૂા. 95 લાખની નુકસાની થઈ હોવાનુ સામે આવ્યું છે.